ઓગસ્ટ 1, 2025 7:53 પી એમ(PM)

printer

રાજ્યમાં મોસમનો સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ નર્મદા બંધના 15 દરવાજા ખોલાયા

રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા વરસાદ વરસ્યો છે.
બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે. 30 જળાશય સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 81 ટકાથી વધુ ભરાયો છે. નર્મદા બંધમાં જળસપાટી 133 મીટરે પહોંચતા 15 દરવાજા 3.80 મીટર સુધી ખોલી 3 લાખ 86 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી નદીકાંઠા ગામોને એલર્ટ કરાયા છે.
દરમિયાન, રાજ્યમાં અત્યાર સુધીમાં 4 હજાર 403 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદને કારણે અત્યાર સુધી કુલ 58 માર્ગ બંધ કરાયા છે. બીજી તરફ ભારે વરસાદમાં પણ રાજ્યમાં એસ.ટી બસ સેવા અવિરત રહી છે. રાજ્યના 125 એસ.ટી ડેપોમાંથી તંત્રએ 24 લાખથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને 9 કરોડથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.