રાજ્યમાં મૅટ્રો ટ્રેનની દૈનિક મુસાફરીમાં ગત ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. હાલ ટ્રૅનમાં દરરોજ પ્રવાસ કરનારાઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી છે. વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 35 લાખ સુધી પહોંચી છે. જ્યારે વર્ષ 2025માં આ આંકડો 44 લાખને પાર પહોંચ્યો હતો.
અમદાવાદ-ગાંધીનગર મૅટ્રો સેવા ઝડપી, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું ઉદાહરણ બની છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ટ્રેનના બીજા તબક્કા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવતા મેટ્રોનું નેટવર્ક 68 કિલોમીટરનું થયું છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હાલ 53 મથક પરથી દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં પ્રવાસ કરે છે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11 કરોડ 50 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 7:29 પી એમ(PM)
રાજ્યમાં મેટ્રો ટેનની દૈનિક મુસાફરીમાં ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો