ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 30, 2025 9:27 એ એમ (AM)

printer

રાજ્યમાં મેઘો મુશળધાર, 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.
સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે. આથી, પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.