ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2025 8:46 એ એમ (AM)

printer

રાજ્યમાં મેઘમહેર યથાવત્-156 તાલુકામાં વરસાદ – સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ સુરતનાં ઉમરપાડા તાલુકામાં નોંધાયો

રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેતા રાજ્યનાં 156 તાલુકામાં સૌથી વધુ – સાડા આઠ ઈંચ વરસાદ સુરતનાં ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે.આ ઉપરાંત ઝઘડીયા અને સોનગઢમાં પાંચથી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર, ભરૂચ, ધોલેરા, સિઘવડ અને સંજેલી, ખંભાત ત્રણથી ચાર ઈંચ, તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ નોંધાયો.અમારા છોટાઉદેપુર જિલ્લાનાં પ્રતિનિધિ જણાવે છે કે, જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નીચાનવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો નદીઓમાં નવા નીર આવ્યા છે.દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ગાજવિજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે.કચ્છના ભચાઉમાં બે ઈંચ, રાપરમાં દોઢ ઈંચ અને અંજારમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.અમારા સુરતના પ્રતિનિધી જણાવે છેકે, સુરત જિલ્લામાં ભારે વરસાદનાં પગલે નદીઓ ગાડીતૂર બની છે. માગરોળ તાલુકાઓના ગામડાઓમાં નદીઓનાં પાણી ફરી વળ્યાંના અહેવાલ છે. માંગરોળના કોસાળી ગામે કીમ નદીના પાણી ફરી વળતા સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે.ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 ફૂટે પહોંચતા ડેમના બાર દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. કાંઠા વિસ્તારના 26 ગામોને એલર્ટ કરાયાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં ડેમમાંથી 4.45 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાવચેતીરૂપે નર્મદા, વડોદરા, ભરૂચ જિલ્લા ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.