રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે.
કચ્છ જિલ્લાના અંજારમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત થયા. અંજાર-મુન્દ્રા માર્ગ પર ખેડોઈ પાસે એક ટ્રેલરનું કન્ટેનર મોપેડ પર પડતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અન્ય એક ઘટના મોરબી-વાંકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની, જ્યાં લાલપર ગામ નજીક વહેલી સવારે કન્ટેનર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં કૌટુંબિક કાકા અને ભત્રીજાના મોત થયા.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામની નદીમાં ડૂબી જતા બેનાં મોત થયા. પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારના એક 53 વર્ષીય આધેડ અને 10 વર્ષનો કિશોર વાસણ નદીમાં પશુઓને બચાવવા પાણીમાં પડતા બંને ડૂબી ગયા હતા.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:09 પી એમ(PM)
રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મોત