રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.
રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજ્યના આવા સાંકડા માર્ગો પહોળા કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાશે.જેને કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:12 પી એમ(PM)
રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરવા રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા