ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે :આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનાં માતા અને બાળ મૃત્યુદરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનાં પ્રયાસોથી, વર્ષ 2001-02માં રાજ્યમાં માતા મૃત્યુદર 172 હતો જે આજે ઘટી 57 અને બાળ મૃત્યુદર 60થી 23 એ પહોંચ્યો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે અત્યંત જોખમી ચિહ્નો ધરાવતી સર્ગભાઓ માટે ગત વર્ષે બજેટમાં નમો શ્રી, યોજના શરૂ કરાઇ હતી. આ યોજના અંતર્ગત 3 લાખથી વધુ લાભાર્થીઓએ અંદાજે 151 કરોડ રૂપિયાનો લાભ લીધો છે.
ગુજરાત વિધાનસભામાં આજે આરોગ્ય વિભાગ અને વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગની પ્રશ્નોત્તરીથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી.
રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા મામલે રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં દેશમાં બીજા ક્રમે રહ્યું છે. 31 ડિસેમ્બર 2024 ની સ્થિતિએ રીન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા 31 હજાર 482 મેગા વોટ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ