રાજ્યમાં માઈક્રોન, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ, સીજી પાવર – રેનેસાસ અને કેયન્સ સેમિકૉન જેવી કંપનીઓ સેમિ-કન્ડક્ટર્સ ચીપનું નિર્માણ કરશે. રાજ્યમાં આ ચાર કંપનીઓ અંદાજે એક લાખ 24 હજાર કરોડનું રોકાણ કરશે અને આ પ્રૉજેક્ટ્સ થકી રાજ્યમાં 53 હજારથી વધુ નવી રોજગારીનું સર્જન થશે. એમ રાજ્યના સાયન્સ અને ટેક્નૉલોજી વિભાગની યાદીમાં જણાવાયું છે. કેન્દ્ર સરકારે સેમિ-કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકો-સિસ્ટમના વિકાસ માટે 76 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. ટેક્નૉલોજીના યુગમાં સેમિ-કન્ડક્ટર્સની માગને પહોંચી વળવા દેશમાં સેમિ-કન્ડક્ટર નીતિ અમલમાં મુકનાર ગુજરાત
પ્રથમ રાજ્ય છે. સાણંદ G.I.D.C. ખાતે કુલ 7 હજાર 500 કરોડ રૂપિયાથી વધુના પ્રૉજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિ-કન્ડક્ટર OSAT સુવિધાની સ્થાપના કરાશે. ઉપરાંત રાજ્ય સરકારે સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપી છે. આ પ્લાન્ટ દ્વારા 3 હજાર 300 કરોડ
રૂપિયાના રોકાણ સાથે અંદાજે 60 લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરાશે.
Site Admin | નવેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)
રાજ્યમાં માઈક્રોન, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ, સીજી પાવર – રેનેસાસ અને કેયન્સ સેમિકૉન જેવી કંપનીઓ સેમિ-કન્ડક્ટર્સ ચીપનું નિર્માણ કરશે
