ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 24, 2024 3:12 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે..
જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે અડધો કલાકમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.. ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી.
ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત રાત્રે ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. અહીં માત્ર બે કલાકમાં આહવામાં સવા એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.