રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા વિતરણ હેઠળ કરાયેલા કુલ 5 કરોડ 8 લાખ ગણતરી ફોર્મમાંથી, 4 કરોડ 34 લાખ ફોર્મ નાગરિકો દ્વારા પરત કરવામાં આવ્યા છે. આ બધા ફોર્મ સંપૂર્ણપણે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવ્યા છે. આ સઘન પ્રક્રિયા દરમિયાન, અધિકારીઓએ 18 લાખથી વધુ મૃત મતદારો, 9 લાખથી વધુ ગેરહાજર મતદારો અને લગભગ 40 લાખ મતદારો કાયમી રીતે સ્થળાંતર કરી ચૂક્યા છે, તેવું સામે આવ્યું છે. વધુમાં, મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે, 3 લાખથી વધુ ડુપ્લિકેટ એન્ટ્રીઓ શોધી, તેને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આવતીકાલે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી યાદી સંબધી વાંધા રજૂ કરી શકશે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 9:36 એ એમ (AM)
રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા હેઠળ વિતરણ કરાયેલા પાંચ કરોડ આઠ લાખ ગણતરી ફોર્મમાંથી, ચાર કરોડ 34 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા