ચૂંટણી પંચે જણાવ્યુ છે ખાસ સઘન સુધારણા SIRના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં મતદારોને 50 કરોડ 47 લાખથી વધુ મત ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંખ્યા આ તબક્કામાં આવરી લેવામાં આવેલા આશરે 51 કરોડ મતદારોના 99 ટકાથી વધુ છે. 4 નવેમ્બરથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મંત્રીઓ અને ધારાસભ્યોએ જોડાઈને નાગરિકોને SIRની કામગીરીમાં સહયોગ આપવાની અપીલ કરતા કામગીરી સરળ બની છે.ગઈકાલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઈ નાગરિકોને સઘન મતદાર યાદી અંગે માહિતગાર કર્યા હતા.રાજ્ય મંત્રી રિવાબાએ જાડેજાએ જામનગરમાં વોર્ડ નંબર 6ના મતદાન મથકની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને વહેલી તકે ગણતરી ફોર્મ જમા કરાવી SIRની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.બીજી તરફ જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીએ કેશોદ તેમજ જૂનાગઢ શહેરના વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ખાસ કેમ્પમાં ચાલી રહેલી કામગીરી તેમજ ફોર્મ ડિજિટલીકરણની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.મહેસાણા શહેરમાં ચાલી રહેલી SIR અંતર્ગત ગઈકાલે યોજાયેલા ખાસ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ગણતરી ફોર્મ અંગે જાણકારી મેળવી ફોર્મ જમા કરાવ્યા હતા.રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શહેરના એક મતદાન મથકની મુલાકાત લીધી હતી. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ જણાવે છે કે જેતપુર પાવી તાલુકામાં બીએલઓ ઘરે ઘરે જઈને મતગણતરી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. સમડી બુથ ખાતે ફરજ બજાવતાં રાઠવા ચંપાબેન SIR અંતર્ગતની કામગીરી પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બન્યા છે.
Site Admin | નવેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)
રાજ્યમાં મંત્રીઓ, ધારાસભ્યોએ વિશેષ મતદાર સુધારણાની કામગીરીમાં નાગરિકોને સહયોગ આપવા અપીલ કરતાં કામગીરી સરળ બની