ગાંધીનગરમાં સ્ટેટ ઍમરજન્સી ઑપરેશન સેન્ટર- S.E.O.C. ખાતે ગઈકાલે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વૉચ ગૃપની બેઠક યોજાઈ, જેમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારીની સમીક્ષા કરવામાં આવી.
હવામાન વિભાગના અધિકારીએ કહ્યું, આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી સંભવિત જોખમ સામે સાવચેત રહેવા પણ તેમણે જણાવ્યું.
જ્યારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFના અધિકારીએ જણાવ્યું, રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની કુલ 32 ટીમ જિલ્લાકક્ષાએ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત 2 ટીમ ખડેપગે છે.
Site Admin | જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)
રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની 32 ટીમ તહેનાત