રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ, કચ્છના અંજાર-સતાપર-લાખાપર રોડ તથા ભુજ-માંડવી રાજમાર્ગ, જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા હનુમાનગઢ ગામના રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્રએ હટાવી રસ્તા ખૂલ્લા કરાવ્યા છે.
કચ્છની અંજાર નગરપાલિકાએ ભારે પવનના કારણે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી દૂર કરાવ્યા છે. ઉપરાંત માર્ગમકાન વિભાગે રાપર ડાભુંડા રસ્તા પર ભારે વરસાદના પગલે ધરાશાયી વૃક્ષને તાત્કાલિક દૂર કરાવી રસ્તાને પૂર્વવત કરાવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:35 એ એમ (AM)
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધ થયેલા રસ્તાઓ પર અવરજવર પૂર્વવત કરાઈ છે
