સપ્ટેમ્બર 4, 2024 8:00 પી એમ(PM)

printer

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ લાખ નવા સભ્યની નોંધણી કરવાનું લક્ષ્યાંક રખાયું છે.
સાબરકાંઠામાં ચાર લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાનો ઉદ્દેશ જિલ્લા સંગઠન દ્વારા નક્કી કરાયો છે.
દાહોદ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શંકર આમલિયારની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરને પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા..
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ..
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પરસોતમ રૂપાલાએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ સદસ્યતા અભિયાન કાર્યક્રમનો આરંભ થયો છે. જે અંતર્ગત, હોદ્દેદારોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું..
ડાંગ જીલ્લાના આહવા ખાતે જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ દ્વારા વધુ સદસ્ય કેવી રીતે બનાવી શકાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું..
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેગી સહિત સામાન્ય નાગરિકથી લઇ સાંસદ, ધારાસભ્ય, પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત નોંધણી કરાઇ..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.