ઓક્ટોબર 17, 2024 4:23 પી એમ(PM) | અકસ્માત

printer

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત

રાજ્યમાં બે જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
કચ્છના આડેસર નજીક ગત મોડી રાત્રે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જ્યારે અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે નજીક એક અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. પૂર ઝડપે જઈ રહેલી કાર અન બાઇક વચ્ચે ટક્કર થતા, બાઇક પર સવાર યુવાનો પટકાયા હતા. હૉસ્પિટલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા હતા

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.