એપ્રિલ 23, 2025 7:35 પી એમ(PM)

printer

રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ

રાજ્યમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે.
દેવભૂમિદ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, ખંભાળિયા- પોરબંદર રાજમાર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિની હાલત નાજૂક જણાતા તેમને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.
પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે, શહેરાના ડેમલી ગામના એક સ્થાનિક પોતાના બે પુત્ર સાથે બાઈક પર રિંછરોટા ગામ પાસેથી પસાર થતા હતા. દરમિયાન સામેથી આવતી બાઈક સાથે ટક્કર થતાં બંને બાઈકચાલકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં ચાર ઈજાગ્રસ્તોને ગોધરાની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગોધરા તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.