રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત નલિયામાં 13, કેશોદ,અમરેલીમાં 14-14 અને તે સિવાયના શહેરોમાં 15 થી 24 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે.
Site Admin | નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)
રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ સાથે 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર