ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 7:13 પી એમ(PM) | શિક્ષણ મંત્રી

printer

રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે

વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. છેલ્લા બે વર્ષમાં 1 હજાર 996 જગ્યાઓ પર આચાર્યની ભરતી કરાઈ છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ 67 લાખ 81 હજાર કરતા વધુના ખર્ચે 1 હજાર 432 પશુપાલકોને લાભ અપાયો છે. ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે તાપી જિલ્લામાં PM- જનમન યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 885 આવાસ મંજૂર કરાયા. શ્રી હળપતિએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ રાજ્યના 2 લાખ 92 હજાર હેકટર વિસ્તારમાં 687 કરોડ 80 લાખ રૂપિયાના 51 પ્રોજેક્ટ હાથ ધરાયા. તો, જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આ યોજના હેઠળ 6 કરોડ 37 લાખ રૂપિયાથી વધુના ખર્ચે જળસંગ્રહનાં કામો કરાયાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ