રાજ્યમાં બહારથી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા SOP તૈયાર કરાશે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, SOP અમલીકરણ સાથે નકલી દવાઓ સામે કડક કામગીરી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ અને કોસ્મેટીક બનાવટો સામે દરોડા પાડીને આશરે ૬ કરોડ રૂપિયાથી વધુની નકલી બનાવટો જપ્ત કરવામાં આવી છે.
આ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશતી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા વડોદરાની લેબોરીટરી ઉપરાંત રાજયમાં ટૂંક સમયમાં નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:33 પી એમ(PM)
રાજ્યમાં બહારથી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે SOP તૈયાર કરાશે