ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2025 7:27 પી એમ(PM)

printer

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસનું નિર્માણ પૂર્ણ થયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસનું નિર્માણ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા આઠ લાખ 43 હજાર 168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે. તે પૈકી કુલ છ લાખ 932 આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કુલ સાત લાખ 64 હજાર આવાસના લક્ષ્યાંક સામે કુલ નવ લાખ 66 હજાર આવાસ મંજૂર કરાયા છે. આ મંજૂર આવાસ પૈકી નવ લાખ સાત હજાર જેટલા આવાસનું કામ પૂર્ણ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગુજરાતને વિવિધ શ્રેણીમાં કુલ છ અને વર્ષ 2022માં વિવિધ શ્રેણીમાં કુલ સાત પુરસ્કાર અપાયા છે.