જુલાઇ 11, 2025 9:10 એ એમ (AM)

printer

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50 હજાર રૂપિયાની સહાય અપાશે

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ એક લાખ 70 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ 10 હજાર લાભાર્થીઓના લક્ષ્યાંક માટે 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ વધારાની સહાયથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્લીન્થ લેવલથી લઈને મકાન પૂર્ણ કરવા સુધીની કામગીરી દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આ યોજના હેઠળ 11 હજાર 606 લાભાર્થીઓને 58 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.