રાજ્યમાં પુલ મરામતનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના 50 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાંથી ઈસરીથી શામળાજી જતાં એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા-કુડા રોડ આવેલા કુડા ગામ નજીકના પુલ પર ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વિજાપુરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનો માટે ડાયવઝન અપાયું છે.વાહનચાલકોએ વિજાપુરથી મહુડી ચોકડીથી અનોડિયાથી પ્રાતિજ થઈને હિંમતનગર આવવું પડશે.
મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંત્રોલી પૂલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો..
ગીર સોમનાથ જિલ્લામાં ૨૦ માઇનોર તેમજ મેજર પુલોનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. પુલોની સ્થિતિનો સર્વે કરાયા બાદ જરૂર જણાય ત્યાં સુધારાત્મક પગલાં લેવા અને જો અતિ જર્જરીત અવસ્થા જણાય તો પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 13, 2025 3:02 પી એમ(PM)
રાજ્યમાં પુલ મરામતનું કાર્ય પૂરજોશમાં