ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2025 7:12 પી એમ(PM)

printer

રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશનકાર્ડ રદ કરાશે નહીં- અન્ન પુરવઠા મંત્રીએ આપી ખાતરી

રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશનકાર્ડ રદ કરાશે નહીં. રાજ્યના અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પૂરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ ચાલુ રહેશે. શ્રી બાવળીયાએ ઉમેર્યું, યાદીમાં સમાવિષ્ટ કાર્ડધારકોનું વેરીફીકેશન કરાયા બાદ જે તે લાભાર્થીને મામલતદાર કક્ષાએથી જાણકરવામાં આવે છે કે આપનું નામ ચકાસણી મુજબ નોન-NFSA કરવાપાત્ર જણાય છે. ત્યારે પાત્રતા ધરાવતા હોય તો પાત્રતા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે. આમ હાલમાં જે લાભાર્થીઓની પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ પોતાની પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.