રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025માં ‘અર્નિંગ વૅલ-લિવિંગ વૅલ’ના મંત્રને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હિરાસરને સૅટેલાઈટ નગર તરીકે વિકસિત કરાશે.આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે ટૅન્ડર એટલે કે, નિવિદા દ્વારા શહેરી આયોજકોની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટ એટલે કે, સલાહકારની નિમણૂક કરાશે, જેઓ એક વર્ષમાં શહેરો માટે બૃહદ યોજના તૈયાર કરીને રજૂ કરશે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 4:23 પી એમ(PM)
રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું.