આ વર્ષે રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે જે કુલ વિસ્તારના 94 ટકા જેટલું છે.અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેલીબીયા પાકોનું 30.46 લાખ હેક્ટરમાં, ધાન્ય પાકોનું 13.57 લાખ હેક્ટરમાં, કઠોળ પાકોનું 4.13 લાખ હેક્ટરમાં, ઘાસચારાનું 8.92 લાખ હેક્ટરમાં અને શાકભાજીનું 2.49 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળી, તુવેર, સોયાબીન, ડાંગર, મઠ જેવાં પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણીએ 100 ટકાને પાર પહોંચ્યું છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 9:35 એ એમ (AM)
રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે ખરિફ પાકનું મબલખ વાવેતર, મગફળી અને કપાસના વાવેતરમાં વધારો
