ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM)

printer

રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદના વિરામ વચ્ચે બનાસકાંઠામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય

પૂરગ્રસ્ત સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા કલેકટરે સુઈગામના 12 ગામનો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો છે તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. નડાબેટ ઝીરો પોઇન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપવામાં આવ્યાં છે.વહીવટી તંત્ર, NDRF અને SDRFની સંયુક્ત કામગીરી થકી એક હજાર 700થી વધુ લોકોને સફળતાપૂર્વક સ્થળાંતર કરી લેવાયા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. જરૂરિયાત મંદ લોકો માટે દોઢ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરાયુ હતુ. આજે વધુ એક લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરાશે તેમ કલેક્ટર મિહીર પટેલે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.