ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 26, 2024 3:26 પી એમ(PM) | ડેમ | વરસાદ

printer

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં થઇ પાણીની ભરપૂર આવક

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના તમામ ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે.
સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી બે લાખ 47 હજાર 363 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી હાલ 1 લાખ 53 હજાર 832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે… સત્તાવાળાઓએ તાપી નદી બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામોને સાવધ કર્યા છે.
ઉપરવાસમાં સારા વરસાદના પગલે ધરોઈ ડેમમાં હાલ 6 હજાર 111 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
મહીસાગર જીલ્લાનો કડાણા ડેમ હાલ 60 ટકા ભરાયો છે. જ્યારે ભાદર ડેમમાં પણ પાણીની ભરપૂર આવકને લઈ જળસ્તરમાં 10 ફૂટનો વધારો નોંધાયો છે.
ગાંધીનગર સાબરમતી નદી પર આવેલ સરોવરના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.
છોટા ઉદેપુર જીલ્લામાં આવેલો રામી ડેમ 100 ટકા ભરાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.