એપ્રિલ 9, 2025 9:45 એ એમ (AM)

printer

રાજ્યમાં નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિન ખેતી માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં

રાજ્યમાં નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિન ખેતી માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.અન્ય એક મહત્વના નિર્ણય પ્રમાણે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં.