ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 12, 2024 7:39 પી એમ(PM)

printer

રાજ્યમાં નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે અને રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે

રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા 4 મત્સ્યોદ્યોગ
બંદરોનું નિર્માણ થશે. આ ઉપરાંત રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે
પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે.
રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તમિલનાડુના મદુરાઈ ખાતે “મત્સ્યોદ્યોગ
અંગેની રાષ્ટ્રીય બેઠકમાં”વિડીયો માધ્યમથી સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે

ગુજરાતે માત્સોધ્યોગ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું
કે,ગુજરાતમાં બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને ઓનલાઈન
ટોકન સીસ્ટમના ઉપયોગથી માછીમારોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી અને ઝડપથી
મળી રહ્યો છે. શ્રી પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી એક જ વર્ષમાં ગુજરાતના
478 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતન પરત ફર્યા છે.
67માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આ રાષ્ટ્રીય
બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું..
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ચાલુ વર્ષે 1 હજાર 300 કરોડ
રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.