ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 24, 2025 6:55 પી એમ(PM)

printer

રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી.

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે.