ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

printer

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો. તેમણે કહ્યું, લોકોને રોજગારી મળે તે માટે તેઓ કામ કરશે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ 12.39એ વિજય મુહૂર્તે કાર્યભાર સંભાળ્યો. જ્યારે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી રિવાબા જાડેજાએ પણ આજે કાર્યભાર સંભાળતાં પક્ષના ઉચ્ચ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો. કાર્યભાર સંભાળ્યા બાદ કૅબિનેટ મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા સાંભળીએ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.