રાજ્યના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો આજે ગાંધીનગરમાં અભિવાદન સમારોહ યોજાશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ચાર હજાર 876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે.
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 103 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે.ગાંધીનગરમાં યોજાનારા અભિવાદન સમારોહમાં નવા ચૂંટાયેલા 4 હજાર 876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના 600 સભ્યો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ રૂપિયાથી વધુની સહાયની ફાળવણી કરશે. દરમિયાન, કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં વિવિધ 9 થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્રનું વિતરણ કરાશે. આ સિવાય યોજનાકીય સહાયની પણ જાહેરાત કરાશે.
Site Admin | જુલાઇ 4, 2025 8:55 એ એમ (AM)
રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો આજે ગાંધીનગરમાં અભિવાદન સમારોહ યોજાશે