રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધુ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 161 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. ધોરણ નવ-થી 12ના વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ 50 હજાર રૂપિયા, અને ધોરણ 11—12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નમો સરસ્વતી યોજના હેઠળ 25 હજાર રૂપિયાની સહાય અપાય છે.
રાજ્યની દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પછી શિક્ષણ છોડી ન દેવંર પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમો લક્ષ્મી યોજનાનો પ્રારંભ થયો. અત્યાર સુધી આ યોજના હેઠળ 10 લાખ 49 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય અપાઈ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બૉર્ડ પરીક્ષામાં 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા બાદ રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ આર્થિક સહાય મળે છે. આ બંને યોજનાની જાહેરાત માર્ચ 2024માં થઈ હતી.