રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરી 2026થી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડે પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. તે મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે.
ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10-થી બપોરે સવા એક વાગ્યા સુધી યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે ત્રણથી સાંજે સાડા છ વાગ્યા સુધી યોજાશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલી શરૂ તશે. પરીક્ષાનો કાર્યક્રમ બૉર્ડની વૅબસાઈટ WWW.GSEB.ORG પર પણ મુકવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 8, 2025 7:08 પી એમ(PM)
રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થશે – ગુજરાત બોર્ડે સમયપત્રક જાહેર કર્યું