માર્ચ 5, 2025 10:10 એ એમ (AM)

printer

રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો – દેશ વિદેશના 18 કરોડથી વધુ લોકોએ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

રાજ્યમાં વર્ષ ૨૦૨૪માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ હોવાનો પણ ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ ઉત્તર આપ્યો હતો.
બરડા સર્કિટના નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા, મોડપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની પણ સરકારની યોજનાઓનો પ્રવાસન મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.