ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 9:47 એ એમ (AM)

printer

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે. રાજ્યસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય વિધેયક 2025 સર્વાનુમતે પસાર કરાયું હતું. લોકસભામાં પહેલા જ આ વિધેયક પસાર થઈ ગયું છે.આ વિધેયકમાં આણંદની ગ્રામ્ય વ્યવસ્થાપન સંસ્થાને એક વિશ્વ-વિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે. તેને હવે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય તરીકે ઓળખવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા પણ જાહેર કરાશે. આ સંસ્થા સહકારી ક્ષેત્રમાં ટેક્નિકલ અને વ્યવસ્થાપન શિક્ષણ અને તાલીમ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ