ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 8:08 એ એમ (AM) | દૂરસંચાર વિભાગ

printer

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે.

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે. આ માટે કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના સાર્વત્રિક સેવા જવાબદારી ભંડોળમાંથી સુધારેલ ભારત નેટ પ્રૉગ્રામ અંતર્ગત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નૉલોજી વિભાગને 6 હજાર કરોડ રૂપિયા મળશે.
નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે યોજાયેલી ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOC એટલે કે, મેમૉરેન્ડમ ઑફ કૉ-ઑપરેશન કરાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીની પૂર્ણાહૂતિના દિવસે થયેલા આ MOC પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારત અને છેવાડાના વિસ્તારો સુધી બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ જોડાણના અભિગમને સાકાર કરશે.
રાજ્યના ડિજિટલ કનેક્ટિવિટી લેન્ડસ્કેપમાં સમાન કવરેજ માટે સરકારની આગવી પહેલરૂપ ભારત નેટ ફેઝ-1 અને ફેઝ-2 તથા જિલ્લા વચ્ચેના ડિજિટલ વિભાજનને દૂર કરી અંતરિયાળ ગામોમાં પણ 98 ટકાથી વધુનો સર્વિસ અપટાઈમ હાંસલ કરવામાં આ MOC યોગ્ય બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ