નવેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

printer

રાજ્યમાં દસમી નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે.
તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.