સપ્ટેમ્બર 1, 2025 7:11 પી એમ(PM)

printer

રાજ્યમાં ત્રીજી તારીખથી વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્રીજી તારીખથી ખાસ કરીને દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. ઉપરાંત આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ આગામી તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.