તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને 6 લાખ 79 હજાર રૂપિયાની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલવામાં આવી છે.
આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરાયા છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 7:22 પી એમ(PM)
રાજ્યમાં તોલમાપ તંત્રએ બે દિવસમાં સોના-ચાંદીની દુકાનો પર તપાસ કરી 253 કેસ નોંધ્યા