રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મૉકડ્રીલ એટલે કે, પૂર્વ-આયોજિત અભ્યાસ કરાયો. જામનગર, ભરૂચ, દેવભૂમિદ્વારકા અને કચ્છ મુખ્ય પૅટ્રો-રસાયણ કેન્દ્ર ખાતે યોજાયેલી આ મૉકડ્રીલમાં ભારતીય સેના, નૌકાદળ, આરોગ્ય અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFના જવાનો જોડાયા છે.
ગાંધીનગરમાં રાજ્ય કટોકટી વ્યવસ્થાપન કેન્દ્ર – SEOC ખાતે પણ આ મૉકડ્રીલ યોજાઈ. રાસાયણિક આપત્તિ માટે શું થઈ શકે તે માટે વિવિધ વિભાગ વચ્ચે સંકલન માટે આ મૉકડ્રીલનું આયોજન કરાયું છે.
Site Admin | નવેમ્બર 21, 2025 3:43 પી એમ(PM)
રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મૉકડ્રીલ એટલે કે, પૂર્વ-આયોજિત અભ્યાસ કરાયો.