જાન્યુઆરી 19, 2026 7:05 પી એમ(PM)

printer

રાજ્યમાં “તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ 104 કરોડ રૂપિયાથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત અપાઈ

“તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ રાજ્યમાં 104 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના મૂળ ખાતેદારને પરત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ઑક્ટોબર 2025માં ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત 31 ડિસેમ્બર 2025 સુધીમાં 104 કરોડ રૂપિયાની રકમ ખાતેદારોને સ્વમાનભેર પરત અપાઈ છે.
રાજ્યભરમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 26 હજાર 874 દાવા રજૂ કરાયા હતા. દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બૅન્ક દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની વિવિધ બૅન્કમાં અંદાજે બે હજાર 836 કરોડ રૂપિયાથી વધુની અને વીમા કંપનીઓમાં અંદાજે 235 કરોડ રૂપિયાની રકમ અનક્લેમ્ડ એટલે કે, હક દાવો ન કરાયેલી પડી છે. તેમાંથી આ અભિયાન થકી ડિસેમ્બર-2025 સુધીમાં 104 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમને કરેલા દાવાઓ મુજબ પરત કરવામાં આવી છે. રાજ્ય સરકારના તમામ વિભાગમાં આવી રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.