ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2025 9:20 એ એમ (AM)

printer

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ત્રણ ઘટનાઓમાં પાંચના મોત આઠનો બચાવ

રાજ્યમાં ડૂબવાની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં 5 ના મોત થયા છે, જ્યારે 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અમદાવાદના સરખેજમાં આવેલા તળાવમાં 3 યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. ગઇકાલે બોટ લઈને ચાર યુવાન તળાવમાં ઉતર્યા હતા જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. ફાયર વિભાગની ટૂકડીએ 2 કલાકની જહેમત બાદ ત્રણેય યુવાનના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
બીજી તરફ પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમાં નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું છે. ગોમા નદીમાં વિસર્જન માટે આઠ યુવાનો નદીમાં ઊંડે ઉતર્યા તે દરમ્યાન આ યુવાનો નદીમાં ડૂબવા લાગતા સ્થળ પર હાજર તરવૈયાઓએ સાત લોકોને બચાવી લીધા હતા પરંતુ 35 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું.
ભાવનગરના તળાજામાં ટીમાણા ગામે શેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતાં ખેડૂત ટ્રેક્ટર સાથે નદીમાં ખાબકતા તેમનું મોત નીપજયું હતું. NDRF અને ફાયરની ટીમે 6 થી 7 કલાકની જહેમત બાદ 60 વર્ષીય ખેડૂતનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.