દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધી રહી છે. તેની અસરને પગલે રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.સિઝનમાં પ્રથમવાર દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં 10.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.9 ડિગ્રી નો ઘટાડો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:43 એ એમ (AM)
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, સિઝનમાં પહેલીવાર પારો 10 ડિગ્રીની નીચે