ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 4, 2024 10:09 એ એમ (AM)

printer

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગઇકાલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાયો હતો જેને કારણે ઠંડી ઘટી છે. જોકે સરહદી વિસ્તાર એવા કચ્છ અને બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. નલિયામાં 12 અને ડિસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ગઇકાલે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રી વધારો થતા ઠંડીનો ચમકારો ઘટ્યો હતો.