ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM) | ઠંડી

printer

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નર્મદા જીલ્લામાં સૌથી ઓછુ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દાહોદમાં 8.1, અમરેલીમાં 9.6 તેમજ કચ્છમાં 9.9 ડિગ્રી તાપમન રહ્યું હતું જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યો હતો..
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે.