જાન્યુઆરી 20, 2026 10:01 એ એમ (AM)

printer

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. તેવામાં કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગની યાદી મુજબ, આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. તેમજ આ સમયગાળા દરમિયાન વાતાવરણ પણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કચ્છના નલિયામાં 11 અને બનાસકાંઠાના ડીસામાં 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.