રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ભારતીય સ્ટેટ બેંક-SBI સાથે કરાયેલા સમજૂતી કરાર-MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ BBPS મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનાથી હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે.
આ સુવિધાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 6:57 પી એમ(PM)
રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી