નવેમ્બર 25, 2024 3:31 પી એમ(PM)

printer

રાજ્યમાં ટેલિગ્રામથી છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે

રાજ્યમાં ટેલિગ્રામથી છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. આજે તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં રહેતા યુવક સાથે 4 લાખ 40 હજાર રૂપિયાની નાણાંકીય છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.
ઉત્તરપ્રદેશના નીતિન નામના વ્યક્તિએ ટેલિગ્રામમાં લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ટેલીગ્રામમાં લિંક મોકલી ઈનવેસ્ટ કરવાના બહાને નાણાંકીય છેતરપિંડી કરવામાં આવતા વાલોડ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.