ગુજરાત રાજ્યને જૂન મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ છ હજાર 150 કરોડ રૂપિયાની આવક થઈ, જે જૂન 2024ની પાંચ હજાર 562 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધુ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યને જૂન 2025માં વેલ્યુ એડેડ ટેક્સ – વેટ હેઠળ 2 હજાર 833 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 876 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડ રૂપિયાની આવક થઈ છે.
સાથે જ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ નવ હજાર 880 કરોડ રૂપિયાની આવક થઈ. ઉપરાંત આ જૂનમાં મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણની કામગીરી થકી 32 કરોડ 34 લાખ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન માસ દરમિયાન થયેલી 21 કરોડ 46 લાખ રૂપિયા સામે 50.64 ટકા વધુ છે. આ આવક GST અમલીકરણ બાદ સૌથી ઊંચી માસિક આવક છે. 
Site Admin | જુલાઇ 2, 2025 8:26 એ એમ (AM)
રાજ્યમાં જૂન મહિનામાં GSTની આવકમાં 11 ટકા જેટલો વધારો
 
		 
									 
									 
									 
									 
									